• 5Entries
  • 1,090Views
  • 0Subscribers
  • 1Comment
  • Subscribe




કોણ છે સુખી ?


કોઈ તો બતાવો, કોઇ તો સમજાવો, કોણ છે સુખી ?

કોઈ દુખી છે મનથી, તો, કોઈ દુખી છે તનથી

કોઈ તો બતાવો, કોઈતો સમજાવો, કોણ છે સુખી ?


છતે પૈસે કોઈ છે દુખી, તો, પૈસા વગર કોઈ છે દુખી

કોઈ દુખી છે આદતથી, તો, સ્વભાવથી કોઈ છે દુખી

કોઈ તો બતાવો, કોઇતો સમજાવો, કોણ છે સુખી ?


કોઈ દુખી કાલની ચીંતાથી, કોઈ છે કાલની ભુલોથી દુખી

કોઈ બીજાને લીધે દુખી, તો કોઈ બીજાને સુખી જોઈ દુખી


કોઈ છે લોભથી, કોઈ જુઠથી કોઈ દગાથી છે દુખી

કોઈ છે વહેમથી,કોઈ છે ડરથી, કોઈ નસીબથી છે દુખી

કોઈ તો બતાવો, કોઇ તો સમજાવો, કોણ છે સુખી ?


જેની પાસે હોય સંતોષ, તે હંમેશા હોય છે સુખી

દુઃખને સુખ જે સમજી સકે, તે હંમેશા હોય છે સુખી

...અGત મહેતા




ADVERTISEMENT